ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ-8:ગામડામાં રાજકીય ધમધમાટ

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો શિયાળુ સિઝનમાં વ્યસ્ત છતાં રાત્રે પુરજોશમાં ચર્ચા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે . હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે . ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે .

રામપર ( તા . લાલપુર )
ચૂંટણીલક્ષી ગરમાવાએ વેગ પકડ્યો
રામપર - લાલપુર તાલુકાના 750 ની વસતીવાળા રામપર ગામમાં 600 મતદારો છે . વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગામમાં ચૂંટણીનો માહોલ બરોબર જામતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે . જો કે , ખાટલા બેઠક હજુ શરૂ થઇ નથી . ખેડૂતો વાવેતર અને ખેતીકામમાં વ્યસ્ત હોવા છતાં મોંઘવારીની ચર્ચા કરી રહ્યા છે અને રાજકીય પક્ષ અને ઉમેદવારોની કાર્યપ્રણાલી , વાયદા પર કટાક્ષ કરી રહ્યા છે .

ભણગોર ( તા. લાલપુર ) ખેડૂતો હજુ ખેતીકામમાં વ્યસ્ત
ભણગોર - 5 હજારની વસ્તી ધરાવતા ભણગોર ગામે 3700 જેટલા મતદારો છે. જો કે, પ્રારંભિક તબક્કે હજુ ચૂંટણીનો માહોલ ખાસ જામ્યો નથી. વાવણી તેમજ અન્ય ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો મતદાનની ચર્ચા તો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી ખાટલા કે ઓટલા બેઠકનો દૌર શરૂ થયો નથી. નિરસ રહેલો માહોલ અંતિમ દિવસોમાં વેગ પકડશે. સાથે સાથે રાજકીય ગરમાવો પણ રહેશે.

કોરડા ( તા . દ્વારકા )
વિકાસ સહિતના મુદ્દે લોકોમાં ગપસપ

કોરડા - દ્વારકા તાલુકાના 700 ની વસ્તી ધરાવતા કોરડા ગામમાં ચૂંટણીને લઈને ઠીક ઠીક માહોલ જામ્યો છે . ગામમાં લોકો પોત પોતાના કામમાં તો ખેડૂતો રવિ પાકના વાવેતરમાં વ્યસ્ત છે . ગામના ચોરે કે દુકાને ગ્રામજનો એકઠા થાય છે ત્યારે ચૂંટણી વિશે ખાસી ચર્ચા થતી નથી . પરંતુ ગ્રામજનોમાં વિકાસના મુદ્દે ગપસપ ચાલી રહી છે . બાકી ગામમાં રાજકીય ગરમાવો હજુ જોવા મળ્યો નથી .

અન્ય સમાચારો પણ છે...