તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વીજરખી પાસે પોલીસવાન-ટ્રકની ટક્કરઃ 1 પોલીસકર્મીને ઈજા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ પોલીસ કેદીને લઈને જામનગરની અદાલતથી પરત ફરી રહી હતી ત્યારે બનેલો બનાવ

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વીજરખીની ગોળાઈમાં જૂનાગઢની કેદીપાર્ટીની પોલીસવાન સાથે સામેથી આવતો ટ્રક ટકરાઈ પડતાં પોલીસવાનના ચાલક સીટ-સ્ટીયરીંગ વચ્ચે ફસાયા હતા. સદ્દનસીબે અન્ય કોઈને ઈજા થઈ નથી. પોલીસે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની અદાલતમાં હાલમાં જૂનાગઢની જેલમાં રહેલાં કાચા કામના ત્રણ કેદીની મુદ્દત હોવાથી જૂનાગઢની કેદીપાર્ટીના પીએસઆઈ સહિતના ત્રણ પોલીસકર્મી અને જૂનાગઢ પોલીસની વાનના ડ્રાઈવર સંદીપભાઈ રામભાઈ રાવલીયા રવાના થયા હતા.

ત્રણેય કેદીઓને જામનગરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા પછી કોર્ટ કાર્યવાહી પૂર્ણ થતાં જૂનાગઢની પોલીસપાર્ટી કેદીઓ સાથે જૂનાગઢ જવા નીકળ્યા હતાં. તેઓનું વાહન જ્યારે કાલાવડ ધોરીમાર્ગ પર વીજરખી ગામ પાસે પહોંચ્યું ત્યારે ત્યાંની ગોળાઈમાં સામેથી જીજે-10-પીવી-7969 નંબરનો બાર પૈડાંવાળો ટ્રક પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો.

ગોળાઈમાં પણ ફૂલ સ્પીડમાં રહેલા આ ટ્રકના ચાલકથી યોગ્ય રીતે ટર્ન ન થઈ શકતાં તેનું વાહન સામેથી આવતી પોલીસવાન સાથે અથડાઈ પડયું હતું. વાન ચલાવી રહેલાં પોલીસકર્મી સંદીપભાઈ સ્ટીયરીંગ અને સીટ વચ્ચે ચગદાયા હતાં. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતા. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે પતરાં તોડી સંદીપભાઈને બહાર કઢાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...