તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:દ્વારકાધીશ મંદિરમાં 56 સીડી ચડવામા વૃદ્ધાને મુશ્કેલી પડતા પોલીસકર્મી વૃદ્ધાની મદદે આવ્યા

જામનગર21 દિવસ પહેલા
  • પોલીસકર્મીએ વૃદ્ધાને મંદિર સુધી લઈ જઈ દર્શન કરાવ્યા

દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના પર્વ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસકર્મીઓએ કડક થવું પડતું હોય છે. તેની વચ્ચે આજે દ્વારકાધીશ મંદિર પાસે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક વૃદ્ધાને 56 સીડી ચડવામા મુશ્કેલી પડી રહી હોવાનું જિલ્લા પોલીસ વડાના ધ્યાન પર આવતા જ તેને એક કોન્સ્ટેબલને વૃદ્ધાની મદદ માટે મોકલ્યો હતો. જે કોન્સ્ટેબલ વૃદ્ધાનો હાથ ઝાલી મંદિર સુધી લઈ ગયો હતો અને ભગવાનના દર્શન કરાવ્યા હતા.

દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તોને તેની સન્મુખ આવવામાં ઉમરનો કે અંતરનો બાધ નડતો નથી હોતો. આજે પણ આવા જ એક વૃદ્ધા દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા. જન્માષ્ટમીના કારણે મંદિરમાં પ્રવેશ 56 સીડી પરથી જ રાખવામા આવ્યો હોય વૃદ્ધાને પ્રવેશ સમયે તકલીફ પડી રહી હોવાનું જિલ્લા પોલીસ વડાના ધ્યાન પર આવ્યું હતું. જેથી તેને તુરંત જ એક પોલીસકર્મીને વૃદ્ધાની મદદ માટે મોકલ્યો હતો. જે પોલીસકર્મી વૃદ્ધાનો હાથ ઝાલી મંદિર સુધી લઈ ગયો હતો અને વૃદ્ધાને દર્શન કરાવ્યા હતા. પોલીસ જવાનની આ કામગીરીની ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓ પણ સરાહના કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...