દેશી દારૂના અડ્ડા પર રેડ:જામનગરના ટેભડા અને ઠેબા ગામેથી પોલીસે 340 લીટર દારૂ ઝડપ્યો, 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના લાલપુર તાલુકાના ટેભડા ગામની સીમમાંથી એલસીબીએ રેડ કરી રહેણાંક મકાનમાંથી 200 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ અહિથી દારૂ સહિત કુલ રૂા.56,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ઠેબા ગામે રહેણાંક મકાનમાંથી રૂા.19,450 ની કિંમતના દેશી દારૂ તથા સાધનો સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.
રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો
લાલપુર તાલુકાના ટેભડા ગામમાં આવેલા નવાઝ તારમામદ હાલેપોત્રાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની એલીસીબીના રાકેશભાઈ ચોહાણ, ધાનાભાઈ મોરીને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જે રેડ દરમિયાન નવાઝ તારમામદ હાલેપોત્રાના કબ્જાની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાંથી રૂા.4,000 ની કિંમતનો 200 લીટર દેશી દારૂ તથા દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો અને મોટરસાઈકલ સહિત કુલ રૂા.56,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ શરૂ
ઠેબા ગામે ખુશાલ મોહન રાઠોડના રહેણાંક મકાને દેશી દારૂ હોવાની એલસીબીના હેકો હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઈ તલાવડિયાને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ દરમિયાન રૂા.2800 ની કિંમતનો 140 લીટર દેશી દારૂ તથા રૂા.16,600 ની કિંમતના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિત રૂા. 19,400 ના મુદ્દામાલ સાથે ખુશાલ મોહન રાઠોડને ઝડપી લીધો હતો. દારૂ બનાવવામાં ભાગીદાર જગદીશ ઉર્ફે લાલો ખેતા વાઘેલાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...