કાર્યવાહી:રણજીતસાગર રોડ પરથી પોલીસે 2619 બોટલ ઈંગ્લીશ દારૂ પકડ્યો, 576 દારૂના પાઉચ પણ કબજે કર્યા: 1ની અટક, 2 ફરાર

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના જડેશ્વર પાર્ક તેમજ ખંભાળિયા બાયપાસ તરફ જતાં રોડ પરથી પોલીસે દરોડો પાડી બે શખસોના કબજામાંથી 2619 બોટલ ઈંગ્લીશ દારૂ તેમજ 576 દારૂના પાઉચ સાથે એક શખસને પકડી પાડ્યો હતો. શહેરના સિટી-એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રણજીતસાગર રોડ જડેશ્વર પાર્ક શેરી નં.3માં રહેતા મહેન્દ્રસિંહ બારિયાના મકાનમાં દરોડો પાડી પોલીસે 452 બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.2,26,000ની કિંમતનો પકડી પાડ્યો હતો ત્યાંથી જીજે-1-એસએચ 7838 નંબરનું સુઝૂકી મોટરસાયકલ પણ કબજે કર્યું હતું.

ત્યારબાદ ખંભાળિયા બાયપાસ તરફ જતાં રોડ પર લોર્ડઝ હોટલની સામે મહાવીરસિંહ દેવાજી જાડેજાના ગોડાઉનમાંથી 2167 બોટલ ઈંગ્લીશ દારૂ તેમજ 576 પાઉચ મળી રૂા.14,07,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂની હેરફેર કરનાર જયરાજસિંહ મહિપતસિંહ સોઢાને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહ બારિયા અને મહાવીરસિંહ જાડેજાને ફરાર દર્શાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...