તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્વસ્ત્ર સરઘસ કાંડ:પોલીસે 2 બાઈક કબજે લીધા, પાંચેય જેલ હવાલે કરાયા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કડાકા-ભડાકાની સંભાવના , બનાવના દિવસે આરોપીઓ કોના-કોના સંપર્કમાં હતા ?
 • 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પાંચેયને જામનગર જિલ્લા જેલમાં મોકલી અપાયા

ખંભાળિયામાં ગત મંગળવારે ક્રિક્રેટના સટ્ટાના આરોપીએ વિશે ફેસબુક લાઇવમાં ખુલ્લેઆમ બોલતા શખસને નગ્ન અવસ્થામાં સરઘસ કાઢ્યું હતું. સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારી ઘટનાના પાંચેય આરોપીઓના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જે રિમાન્ડ પુર્ણ થતા હાલ પાંચેય આરોપીઓને જામનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.પોલીસે રિમાન્ડ દરમિયાન બનાવમાં ઉપયોગમાં લેવાયેલ બે બાઇક પણ કબ્જે કર્યા છે.

ખંભાળિયામાં ગત મંગળવારે એક શખસને નગ્ન અવસ્થામાં શહેરમાં સરઘસ કાઢતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ચંદુ અરજણભાઇ રૂડાચ નામના શખસે ફેસબુક લાઇવમાં ક્રિકેટના સટ્ટાના કેસમાં પકડાયેલા આરોપીઓ વિશે ચર્ચા કરી હતી. જેનો ખાર રાખી ભારા જોધાભાઇ ભોજાણી અને કિરીટ જોધાભાઇ ભોજાણી તથા પ્રતાપ જોધાભાઇ ભોજાણી નામના શખસોએ બળજબરીથી કારમાં અપહરણ કરી વિરમદડ રોડ પર લઇ ગયા હતા.

જ્યાં શખસને ઢીકાપાટુનો માર મારી મોબાઇલ ફોનને તોડી નાખ્યો હતો.તેમજ કપડા કાઢી નગ્ન અવસ્થામાં માણસી ભોજાણી અને કાના જોધાભાઇ ભોજાણીએ શહેરમાં સરઘસ કાઢ્યું હતું.પોલીસે પાંચેય શખસો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પાંચેય શખસોને કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ સાથે રજુ કર્યા હતા.કોર્ટ દ્વારા પાંચેય આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જે રિમાન્ડ મંગળવારે પુર્ણ થતા પાંચયે આરોપીઓને જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓના સંપર્કમાં બનાવના દિવસે સંપર્કમાં કોન હતુ તે બાબતે પણ હાલ તપાસ ચલાવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો