બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ:જોડિયામાં આજી નદીના પટમાંથી પોલીસે 1 લાખથી વધુની કિંમતનો બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના રેતીની લીઝ ધરાવતા શખ્સના કબજામાંથી 2600 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો, આરોપી હાજર નહીં મળતા ફરાર દર્શાવાયો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર અને બાલંભા ગામની સીમ વિસ્તારમાં આવેલી આજી નદીના પટમાં એસ.ઓ.જી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાથી રૂપિયા એક લાખ 82 હજારની કિંમતનું બાયોડીઝલનો ગેરકાયદેસરનો જથ્થો પકડી પાડયો છે. એસઓજી પોલીસે સુરતના લીજ ધારક સામે જોડિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર અને બાલંભા ગામના સીમ વિસ્તારમાં આવેલી આજી નદીમાં એક લિઝ ધારક પાસ પરમીટ વગર બાયો ડીઝલનો જથ્થો સંગ્રહ બેઠો હોવાની એસ.ઓ.જી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રૂ1.82 લાખની કિંમતનો બાયોડીઝલનો 2600 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પોલીસ દફ્તરના રાજેશ મકવાણાએ આરોપી સામે જોડિયા પોલીસ મથકમાં આઇપીસી કલમ 278,285 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ ધારાની કલમ 3,7 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં સુરતના પ્રદીપ સોનીએ પોતાની બાલંભા તથા રણજીતપર ગામની સીમમાં આજી નદીના કાંઠે આવેલી રેતીની લીઝ વાળી જગ્યાએથી પાણી માંથી રેતી કાઢવા માટે રાખેલા બાઝ તથા હુડકામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે વાપરવા માટે તેનો ઉપયોગ કરી, કરાવડાવી પેટ્રોલીયમ અને પ્રાક્રુતિક ગેસ મંત્રાલય નવી દિલ્લીના તા.30/4/2019 ભારત રાજયપત્રમાં પ્રસિધ્ધ કરેલી નોટીફિકેશન મુજબ અનઅધિકૃત રીતે રાખી સરકારના ધારાધોરણ કે મંજુરી વગર પોતાના કબ્જામાં રાખી ઉપયોગ કરી વાતાવરણ પ્રદુષીત કરી, ફાયર સેફ્ટીના સાધનો વગર ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી આશરે કુલ 2600 લીટર આશરે રૂપિયા 1.82 લાખ જથ્થો રાખી ગંભીર બેદરકારી દાખવી ગુનો આચાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...