ઇડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ પછી રાહુલ ગાંધીના ધરણા સમયે તેઓની ધરપકડ થતાં જામનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર શહેરમાં કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા લાલબંગલા સર્કલમાં એકઠા થઈને ઇડીના વિરોધમાં ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજી બાજુ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચાંદી બજાર ખાતે રામધૂન બોલાવીને પૂછપરછનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ સમયે પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત 11 કોંગી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જેઓને બીપીએકટ કલમ 68 મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા, ત્યારે થોડો સમય માટે ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે. સતત ત્રીજા દિવસે ઓલ ઇન્ડિયા અધ્યક્ષ સોનિયા ગાંધી ઈડી દ્વારા ખોટી રીતે હેરાન ગતિ કરવા આવે છે તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ચાંદી બજાર ગાંધીજીના પૂતળા પાસે રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.