દરોડો:કાલાવડના માખાકરોડમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, કાર, મોબાઈલ સહિત રૂા.2.66 લાખનો મુદામાલ કબ્જે કરાયો

કાલાવડ તાલુકાના માખાકરોડ ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા 10 શખસોને પોલીસે પકડી પાડયા છે. આ જુગારધામ પરથી પોલીસે રોકડ કાર અને મોબાઇલ સહિત રૂા.2.66 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

કાલાવડ તાલુકાના માખાકરોડ ગામે રામદેવપીરના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક શખસો જુગાર રમતા હોવાની કાલાવડ ગ્રામ્ય પોલીસને ચોક્કસ હક્કિત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન જાહેરમાં જુગાર રમી રહેલા મુકેશભાઇ ભીખાભાઇ સખીયા, અશોકભાઇ નાથાભાઇ ઉનડકટ, ભોલાભાઇ ભીખાભાઇ વાગડીયા, ચેતનભાઇ રાજેશભાઇ વાગડીયા, સુરેશભાઇ પાંચાભાઇ ભુવા, કિશોરભાઇ ચકુભાઇ લીંબાસીયા, જીતેનભાઇ હરીભાઇ વેકરીયા, પિયુષભાઇ પ્રાણજીવનભાઇ રાધનપુરા, રાજેશભાઇ ગોવિંદભાઇ ઘાડીયા, જયેશભાઇ હેમંતભાઇ પંડ્યાને પોલીસે આંતરી લીધા હતા. પોલીસે આ તમામ શખસોના કબ્જામાંથી રૂા.32,500ની રોકડ, એક મોટર કાર, 6 મોબાઇલ સહિત રૂા.2,66,100નો મુદામાલ કબ્જે કરાયો છે.

પકડાયેલા તમામ શખસો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક સ્થળ નજીક મંડાયેલા જુગાર પર પોલીસના દરોડાથી ક્ષણિક અફડાતફડી મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...