તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ જામનગરમાં દરેક વોર્ડમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો દ્વારા જોરરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ તંત્ર દ્વારા શહેરના નવાગામ ઘેડ, શરૂ સેક્શન રોડ સહિતના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
21 ફેબ્રુઆરીના રોજ મનપાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. હાલ દરેક પાર્ટી અને ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળો પર માથાકૂટ થવાની શક્યતાઓ પણ રહેલી છે. તેવામાં સ્થાનિક તંત્ર દ્વારા શાંતિભર્યા વાતાવારણમાં ચૂંટણીનું આયોજન કરવું કપરું બની રહે છે. શહેરના અનેક વિસ્તારોએ એવા છે જ્યાં ચૂંટણી દરમિયાન ઘર્ષણ થવાની કે અન્ય કોઇ બનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તેવા વિસ્તારોને માર્ક કરવામાં આવ્યા છે અને ત્યાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બેડી ગેટ, નવાગામ ઘેડ, પટણીવાડ, વાઘેરવાડ, કાલાવડ નાકા બહાર, કિસાન સેન્ટ્રલ બેન્ક, શરૂ સેક્શન રોડ જેવા વિસ્તારોમાં પોલીસ વાહન દ્વારા પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટનાઓ ન બને.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.