નાસતા ફરતા આરોપી ઝડપાયા:જામનગરમાં તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારા બે નરાધમોને પોલીસે દબોચી લીધા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના ગુનામાં પોલીસે બે નરાધમોને ઝડપી લીધા છે. પોલીસે બાતમીના આધારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરૂણી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી હતી. આ દરમિયાન સીટી સી પોલીસ સ્ટેશન સ્ટાફના મહેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલ, મામદ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, વિપુલ જગદીશભાઇ સોનાગરા, હરદીપ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફે વુલનમીલ રેલવે કોલોનીમાં રહેતાં પ્રકાશ દિલીપ મનવર ઉ.23 અને ગોકુલનગરમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતાં રોહિત પ્રેમજી પરમાર ઉ.24 નામના બન્ને આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...