ભેદ ઉકેલાયો:ફેઇસ એપ્લીકેશનથી ત્રણ મહિલા આરોપીને પકડી પાડતી પોલીસ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદર્શન ગ્રાઉન્ડમાં 8 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર પોલીસે ફેઇસ એપ્લીકેશનથી ત્રણ મહિલા આરોપીને પકડી પાડી ચોરાઉ મનાતા રૂ.1.16 લાખના 17 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. ત્રણેય મહિલાઓ ગુનાહીત ઇતિહાસ ધરાવતી હોવાનું ખૂલ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ગુજરી બજાર સહિત અન્ય સ્થળો પરથી મોબાઇલ ચોરીની જુદી-જુદી ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેની સિટી-એ પોલીસે તપાસ દરમ્યાન પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર નહેરના કાંઠા પાસે ત્રણ મહીલા શંકાસ્પદ હાલતમાં બેઠી હોય તેની વચ્ચે થેલો પડયા હોવાની બાતમી મળી હતી.

આથી પોલીસે ત્રણેય મહીલાની પુછપરછ કરી ફેસ ટ્રેગર એપ્લીકેશન મારફત ત્રણેય મહીલાઓના ફોટા પાડી સર્ચ કરતા ગુનાહીત ઇતિહાસ ધરાવતી હોવાનું ખૂલ્યું હતું. આથી પોલીસે ત્રણેય મહીલા પૂજા રાજુભાઇ સોલંકી, ભાવુબેન જય જેન્તીભાઇ સોલંકી, કમુબેન તુલસીભાઇ રાઠોડને પકડી પાડી તેના કબ્જામાંથી ચોરાઉ મનાતા 17 મોબાઇલ કબ્જે કર્યા હતા. પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોબાઈલ ચોરીનો પોલીસે ભેદ ઉકેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...