દારૂ:જામનગરના જોડી બંગલા રોડ પરથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યાં

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી 104 ઇંગ્લિશ દારૂ બોટલનો જથ્થો ઝડપાયો દારૂ અને કાર સહિત કુલ રૂ. 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગર શહેરમાં જોડી બંગલા રોડ પર જય માતાજી હોટલ પાસે લાખોટા તળાવના પાછલા ભાગ તરફ જતા મિગ કોલોની પાસેના રસ્તા પર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં મારુતિ કારને રોકી અંદર તપાસ કરતા તેમાંથી 104 બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી.

પોલીસે મોટરકારમાં અંદર બેઠેલા પ્રફુલ ઉર્ફે મમરો જગદીશભાઈ ભદ્રા (રહે. નંદનવન સ્કૂલ સામે ઓમ સાઈ એપાર્ટમેન્ટ) તથા લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલાવાડી (રહે. દિ. પ્લોટ વિશ્રામવાડી)ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને 104 બોટલ ઈંગ્લીશ દારૂની તથા કાર અને મોબાઇલ મળી કુલ રૂ 3.52 લાખ વધુ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂની બોટલ પકડવામાં આવી તેમાં સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ એમ જે જલુ અને પી.એસ.આઇ એમ વી મોઢવાડિયા તથા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...