તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખોડિયાર કોલોની વિસ્તારમાં કપડાના શો રૂમમાંથી થયેલી મોબાઈલ ચોરી મામલે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારની કિંમતનો iphone pro સાથે એક શખ્સને પોલીસે પકડી પાડયો

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવે એક કપડાના શોરૂમમાં થી ગ્રાહક બની ખરીદી અર્થે આવેલા બે ગઠિયાઓ એ વેપારીની નજર ચૂકવી રૂપિયા અડધા લાખના iphone ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.જે ચોરીનો ભેદ એલસીબી પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખી ફોનની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે.

જ્યારે આ બનાવની વિગત મુજબ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા અને ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કાપડના શો રૂમ ધરાવતા મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા એ પોતાનો અડધા લાખની કિંમતનો iphone 11 પ્રો ગ્રાહક તરીકે આવેલ બે તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

બપોરે અઢી વાગ્યાના અરસામાં બે ગઠિયાઓ કપડાની ખરીદી અર્થે આવ્યા હતા અને દુકાનમાં પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવીને ટેબલ ઉપર રાખવામાં આવેલો iphone11 પ્રો 50,000 હજાર ની કિંમત નો ચોરી કરી ભાગી છૂટયા હતા.આ મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી હતી અને તસ્કરો નું વર્ણન મેળવી લઇ ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

જે જામનગરમાં વુલન મિલ નજીક ખુલ્લા ફાટક પાસે બાવરી વાસમાં રહેતા મહેન્દ્ર શુકલભાઈ પઢિયાર નામના શખ્સને ચોરાઉ iphone સાથે માલધારી હોટલ પાસેથી પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...