તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિટી-સી ડિવિઝનમાં પોલીસને ગાળો ભાંડવાના પ્રકરણમાં 2 સામે ગુનો નોંધાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી-સી ડિવિઝનમાં પોલીસને ગાળો ભાંડવાના પ્રકરણમાં 2 સામે ગુનો નોંધાયો
  • બંને શખસોએ ગેરકાયદેસર રીતે વીડિયો રેકોર્ડિંગ કરી તેને વાયરલ કર્યો

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં પ્રવેશેલા શખસે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓનું વિડિયો રેર્કોડીંગ કરી તેને સોશિયલ મીડિયામાં વહેતું કરવા માટે બીજા શખ્સને મોકલાવી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવા પામી છે. તે દરમિયાન જ આ પોલીસ મથકમાં નશાની હાલતમાં ખસેડાયેલા એક આરોપીએ બેફામ વાણીવિલાસ આચરી પોલીસને ગાળો ભાંડી કેટલાંક આક્ષેપો કરતો હોય તેવો વિડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે.

જામનગર શહેર સહિત જિલ્લાભરના પોલીસતંત્રમાં ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ સરૃ સેકશન રોડ પર પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત શુક્રવારે રાત્રે ગૌતમ રામચંદ્ર માવાણી ઉર્ફે કારાભાઈ તથા સિકંદર દલવાણી નામના બે શખ્સ આવ્યા હતાં. આ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓનું પરવાનગી વગર જ વિડિયો રેર્કોડીંગ કરી લીધું હતું.

આ વેળાએ પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે સંકળાયેલી તથા તે જ સમયે ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પડી જાય તે રીતે વિડિયો રેકોર્ડીંગ કરી સિકંદર દલવાણીને મોબાઈલ પર મોકલાવી આપ્યું હતું.ત્યારપછી ઉપરોક્ત રેકોર્ડીંગ વાયરલ થઈ ગયું હતું. આથી સિટી સી ડિવિઝનના હે.કો. ઓસમાણભાઈ એસ. સુમરાએ ખુદ ફરિયાદી બની ગૌતમ ઉર્ફે કારાભાઈ માવાણી તથા સિકંદર દલવાણી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પીઆઈ કે. જે. ભોયેએ આઈ.ટી. એક્ટની કલમ ૭૨ તથા સત્તાવાર રહસ્યોના કાયદા-૧૯૨૩ની કલમ ૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનિય છે કે, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં પકડી પાડેલા એક શખ્સને પોલીસે ખસેડી તેની પૂછપરછ શરૃ કરી હતી. ત્યારે નશાની હાલતમાં ઝુમી રહેલા આ શખ્સે પોલીસને બેફામ ગાળો ભાંડી પોલીસ પર કેટલાંક આક્ષેપો કર્યા હતાં. તે ઉ૫રાંત ગાળો ભાંડતા આ શખસનો વીડિયો કોઈએ ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વહેતો મૂકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...