પારિવારિક માથાકૂટ:જામનગરના ભીમવાસમાં ભાઈએ ભાઈ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઘાયલ દંપતીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા

જામનગર ભીમવાસ શેરી.નં.3માં સગા ભાઇ-ભાભી પર ભાઇએ હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. જામનગરમાં ભીમવાસ શેરી.નં.3 ફોરેસ્ટ ખાતના ગેઇટની સામે રહેતા દિનેશભાઇ રામજીભાઇ ખીમસુર્યા પર તેના નાનાભાઇ મિતલ નાનજીભાઇ ખીમસુર્યાએ ગઇકાલે અગ્યિાર વાગ્યે હથોડી વડે હુમલો કર્યો હતો. જેમાં જમણા પગના ઢીંચણથી નીચેના ભાગે નળામાં એક ઘા મારી ફેકચર સહિતની ઇજા પહોંચાડી હતી. આ બનાવને લઇને વચ્ચે પડેલ દિનેશભાઇના પત્ની પૂજાબેનને પણ આરોપીએ માથાના ભાગે હથોડીના એક-બે ઘા મારી ઇજા પહોંચાડી હતી.

દરમ્યાન ઘવાયેલ આરોપીના માતા અને આડોશી-પાડોશી આવી જતા આરોપી મિતલ ભાગી છુટયો હતો ત્યારબાદ ઘાયલ દંપતિને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સારવાર લીધા બાદ દિનેશભાઇએ પોતાના જ ભાઇ મિતલ સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે કલર કામ કરવા માટે કંડલા ગયા બાદ પોતાની અને માતા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મિતલે તેના ભાભી પૂજાબેનને ઠપકો આપ્યો હતો. કચ્છથી આવ્યા બાદ આ બનાવ અંગે મિતલ સાથે વાતચીત કરી હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા આરોપીએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...