તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:એક મહિલા સહિત ચાર વ્યકિત સામે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર માર્યાની પોલીસ ફરિયાદ

જામનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોંગ સાઈડમાં આવતી કાર રોકતા ચાર વ્યકિત જવાન પર તૂટી પડ્યા

જામનગરના ખોડિયાર કોલોની મેહુલ સિનેમા સામે વિસ્તારમાં પોતાની ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી ઢીકાપાટુ અને ચંપલ વડે માર મારી ને સ્વીફટ કારમાં આવેલા સ્ત્રી-પુરુષો સહિતના આરોપીઓ નાસી છૂટયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જામનગરના રામેશ્વર નગર માટેલ ચોક શિવધારા ટેનામેન્ટ ખાતે રહેતા અને જામનગર ટ્રાફિક શાખા માં ટ્રાફિક બ્રિગેડ તરીકે સેવા આપતા મનદીપ સિંહ મહાવીર સિંહ વાળા ઉ.21 નામ નો જવાન ગઈકાલે ખોડીયાર કોલોની મેહુલ સિનેમા સામે વિસ્તારમાં પોતાની કાયદેસરની ફરજ પર હતા તે દરમિયાન આરોપીઓ સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને સીએનજી પંપ થી રોગ સાઇડમાં આવતા હતા. આથી ટ્રાફિક બ્રિગેડ જવાન અને કહેલ કે તમારું વાહન રોંગ સાઈડમાં ચલાવશો તો સામેથી આવતા વાહનો સાથે અકસ્માત થશે જેથી તમે પુલ નીચેથી સામેના રોડ પર જતા રહો. તેમ કહેતા આરોપીઓએ આ વાતનું પાલન નહી કરીને એકદમ ઉશ્કેરાઇ જઇને ટ્રાફિક બ્રિગેડના જવાન મનદીપ સિંહ ની સાથે ઝપાઝપી કરી હતી.

જવાન સાથે ઝપાઝપી તેમજ અપશબ્દો બોલીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ આરોપીઓ સાથેની એક મહિલાએ પોતાના ચંપલથી માર મારી ઇજા પહોંચાડી એકબીજાને મદદગારી કરી નાસી છૂટયા હતા.આ અંગે ટ્રાફિક બ્રિગેડના જવાન મનદીપ સિંહ દ્વારા સીટી-સી ડિવિઝનમાં દેવેન્દ્ર વાઢેર તથા તેની સાથે બે અજાણ્યા પુરુષ અને એક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો