ધ્રોલ તાલુકાના હજામ ચોરા ગામે રહેતા એક ખેડુત પ્રૌઢએ ઝેરી દવા પી જીવાદોરી ટુંકાવી લીઘી હતી.મૃતકે બેક વર્ષથી આર્થિક રીતે સકંડામણ અને એક પુત્ર દિવ્યાંગ હોય જેના લગ્ન બાકી હોવાથી ચિંતામાં આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.જયારે ધ્રોલના નથુવડલા ગામની સીમમાં એક શ્રમિક યુવતિએ ગળાફાંસો ખાઇ આયખું ટૂંકાવી લીધુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ બનાવથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ધ્રોલના હજામચોરામાં રહેતા અને ખેતીકામ કરતા રવજીભાઇ વેલજીભાઇ રાસમીયા (ઉ.વ. 65) નામના વૃધ્ધે ગત તા.19ના રાત્રે પોતાની વાડીએ ઝેરી દવા પી જતા તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના ભાઇ ધારશીભાઇ વેલજીભાઇ રાસમીયાએ જાણ કરતા ધ્રોલ પોલીસની ટીમ દોડી ગઇ હતી.મૃતક છેલ્લા બેક વર્ષથી આર્થિક રીતે સકંળામણમાં હોય અને એક દિવ્યાંગ પુત્રના લગ્ન બાકી હોય, જે ચિંતામાં જીંદગીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.
જયારે ધ્રોલના નથુવડલા ગામની સીમમાં રહેતામુળ જામનગરના મોરકંડા પંથકના વતની પુજાબેન આતુભાઇ ભાલીયા (ઉ.વ. 22) નામની શ્રમિક યુવતિએ મોડી રાત્રે વાડીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીઘુ હતુ. આ બનાવની મૃતકના ભાઇ અશોકભાઇ આતુભાઇ ભાલીયાએ જાણ કરતા ધ્રોલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યુ હતુ.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતક યુવતિએ પ્રેમસંબંધ મામલે પરીવારજનોને કશુ કહી શકતી ન હોય,મનમાં મૂંઝાતી હોય જેથી લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.