કાર્યક્રમ:13 યોજનાના લાભાર્થીઓ સાથે PMનો વર્ચ્યુઅલ સંવાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ યોજાયો
  • ​​​​​​​જામનગર ​​​​​​​જિલ્લાના 224 ખેડૂતો ઉપસ્થિત રહ્યા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરીબ કલ્યાણ સમ્મેલન અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ તથા ખેતીવાડી ખાતું જામનગરના સંયુક્ત ઉપક્રમે ખેતી વિસ્તરણના નાયબ નિયામક આગઠના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજના તેમજ અલગ અલગ 13 જેટલી યોજનાઓના લાભાર્થીઓ સાથે સિમલાથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર જુદા જુદા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અનુભવો દ્વારા અન્ય ખેડૂત મિત્રોને પ્રેરણા મળે તે માટે માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. કાર્યક્રમમાં જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી કુલ 224 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડી.એમ. મકવાણા, જે.બી.પટેલ, કે.વી.પટેલ, યોગેશ ડેર, એ.કે.બારૈયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અન્ય અધિકારીઓ તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ઉપસ્થિત રહી ખેડૂતોને સંવાદના માધ્યમથી સાચી પદ્ધતિથી વાકેફ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...