ધરપકડ:PM મોદી- તેની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા એસઓજીની

જામનગર નજીક આવેલા સિક્કા ગામે રહેતા અને શેરબજારનો ધંધો કરતા શખસે વડાપ્રધાન અને તેની માતા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં કરી વાયરલ કરતા જામનગર એસઓજીએ તેની સામે ગુનો નોંધી તેની અટક કરી 2 દિવસના રિમાન્ડ પર લીધો છે .

જામનગર નજીક આવેલા સિક્કા ગામે રહેતા અને શેરબજારનો ધંધો કરતા અફઝલ કાસમભાઈ લાખાણી ( ઉ . વ .40) નામનો શખસ જે મૂળ ભાવનગરવાળો છે તેણે પોતાના સોશિયલ મીડિયાના પેજ પર ગુજરાત ત્રસ્ત , ભાજપા મસ્ત નામના એકાઉન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેની માતા વિરુદ્ધ ગેરશબ્દનો ઉલ્લેખ કરી તેને વાયરલ કરતા આ અંગેની જાણકારી જામનગર એસઓજીને મળતા તેમણે તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી અફઝલની ધરપકડ કરી તેની સામે કાવતરા સહિત માનહાની , સુલેહ શાંતિ ભંગ તેમજ સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ સહિતની કલમો અંગે ગુનો દાખલ કરી તેની અટક કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપવા હુકમ કર્યો હતો જે પરથી આ શખસે ક્યા કારણોસર આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તે જાણી શકાશે .

અન્ય સમાચારો પણ છે...