તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વિવિધ કાર્યક્રમ:‘આપણાં આંગણે શાકભાજી વાવીએ’ અને ‘પર્યાવરણ વાર્તા’નું આયોજન

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિતે ઓનલાઇન દ્વિવિધ કાર્યક્રમ

ગુજકોસ્ટ ગાંધીનગર અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે જનસમાજ પર્યાવરણીય જાળવણી કરતો થાય તેવા ઉદેશથી ઓનલાઈન દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આપણા આંગણે શાકભાજી વાવીએ અને પર્યાવરણ વાર્તાનું આયોજન કરાયું છે. જેમાં કાર્યક્રમમાં વક્તા વી. ડી. બાલાસર દ્વારા રાસાયણિક ખાતર મુક્ત શાકભાજી કેવી રીતે વાવી શકાય? ઘેર બેઠા શાકભાજી ઉગાડવાના શોખીનો આ વેબીનાર તા. 5ના સવારે 10.30 થી 11.30 સુધી સામેલ થઇ શકે છે.

પર્યાવરણ વાર્તાના માધ્યમથી સમજ આપવા માટે વાર્તાકાર રજાકભાઈ એસ.ઉનડપોત્રા દ્વારા પાણીનું મહત્વ, જંગલમાં સ્વચ્છતા, ચકલીનો માળો વગેરે વાર્તાઓ સાંભળવા તા. 5ના બપોરે 3 થી 4 સુધી છે તો રસ ધરાવનારે ઝુમ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેના Meeting ID : 5588233072, Password : 12345 તેમજ યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/c/DrSanjayPandya1100 પર નિહાળી શકશે તેમ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા, ડો. સંજય પંડયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...