યશકલગીનો ઉમેરો:પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ મળ્યું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના કામદાર કેન્દ્ર બાદ જિલ્લાના વધુ એક આરોગ્ય કેન્દ્રએ મેળવી સિદ્ધિ

કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા થયેલા મૂલ્યાંકનમાં પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટીફીકેશન માટે પસંદગી કરાઇ છે.સમગ્ર દેશમાં ૧૭૭ આરોગ્ય કેન્દ્રોની પસંદગી કરાઈ છે.જે પૈકી ગુજરાતના અઢાર આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે જેમાં લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પણ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ કરવામાં આવેલ તમામ મૂલ્યાંકનમાં ૯૧.૫૪ ટકાનો સ્કોર હાંસલ કરી આ સ્થાન મેળવ્યું છે.આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પી.એમ.ખાણધર તથા સમગ્ર સ્ટાફની સરાહનીય કામગીરીનો પીપરટોડા સહિત આસપાસના અન્ય ૨૦ જેટલા ગામોને પણ લાભ મળી રહ્યો છે.અગાઉ શહેરના કામદાર કોલોની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. આમ જામનગર જિલ્લા કક્ષાએ બે આરોગ્યકેન્દ્રોએ સાથે આ સિદ્ધિ મેળવી છે.

દસ્તાવેજની ચકાસણી વગેરે સ્કોરના આધારે મૂલ્યાંકન કરાશે
વર્ચ્યુઅલ મૂલ્યાંકન, રાજ્યનું પ્રમાણપત્ર, દસ્તાવેજની ચકાસણી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પૂર્તી, કાર્યક્ષમતા વગેરેના સ્કોરના આધારે મૂલ્યાંકન-ગુણાંકન કરવામાં આવે છે. આ સિવાય ઓપીડી, લેબોરેટરી, લેબર રૂમ, ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને સામાન્ય વહીવટ સહિતની બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...