• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Pilot Project For Rectification Of Defects In Land Survey Started From Jamnagar And Devbhoomi Dwarka, After Success It Will Be Implemented In Other Districts.

જમીન રિસર્વેને લઈ મહત્વનો નિર્ણય:જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના પાયલોટ પ્રોજેક્ટનો જામનગર અને દેવભૂમિ દ્વારકાથી પ્રારંભ, સફળતા મળ્યા બાદ અન્ય જિલ્લામાં અમલ કરાશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના સરકારના પાયલોટ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું છે કે, સરકારે ખેડૂતોને પડતી રી-સર્વે દરમિયાનની જે ક્ષતિઓ માલુમ પડી અને જેમણે વાંધા આપ્યા છે, ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારણા માટે ઝડપી અમલ થાય ઝડપથી એ લોકોની મુશ્કેલીઓનું નિવારણ થાય એના માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે.

તેમણે કહ્યું કે, આ બંને જિલ્લામાં સફળતાપૂર્વક પાયલોટ પ્રોજેક્ટનો અમલ કર્યા પછી બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રી-સર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે.

તેમણે કહ્યું કે, વાતનું તાત્પર્ય રિસર્વે રદ કર્યો છે એવું ક્યારેય ન હતું. માત્ર રી-સર્વે દરમિયાન સરકારને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી, પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે. આવતા સમયમાં શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ, વાંધાના ઝડપથી નિકાલ આવે એના માટે આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...