હાલમાં તમામ વિસ્તુના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આ વર્ષ ઘરના અથાણા બનાવવા મોંઘા પડશે. અથાણા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં અંદાજે 25 થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ કરી રાજા પૂરી કેરીના ભાવ આ વર્ષ આસમાને પહોંચ્યા છે. ગત વર્ષ રિટેલ રાજા પૂરી કેરીનો ભાવ કિલો એ રૂ. 50 થી 60 હતો. જે માવઠા ને કારણે વધી ને આ વર્ષ વધીને કિલો રૂ. 70 થી 80 થયો છે . જ્યારે માવઠાને કારણે ગુંદા ભાવમાં રૂ. 10 થી 20 નો વધારો થયો છે. વળી બીજી તરફ તેલ ભાવ પણ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. જેને આ વર્ષ અથાણું બનાવવું મોંધુ બનશે.
કમોસમી વરસાદને લીધે અથાણા બનાવવાની કેરીનું આગમન મોડું થયું છે. અથાણા બનાવવાની સિઝન એપ્રિલ મધ્યમાં શરૂ થવાને બદલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કેરીઓ આવી હતી. જામનગરના કેરી -ગુંદાના વેપારીએ ધારસી ભાઇ ગઢવી જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે કેરીના ભાવમાં રૂ. 10થી 15નો વધારો થતો જોવા મળે છે, પરંતુ આ વર્ષે ખૂબ વધી ગયા છે.
ભાવ વધતા લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ
અથાણામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કેરીથી લઈ તેલ - મસાલાના ભાવ વધી ગયા છે. જેને ભાવમાં 30થી 40ટકાનો વધારો થયો છે. આથી 1 કિલો અથાણું લેવાવાળા ગ્રાહક 250 ગ્રામ લઈ રહ્યા છે. લોકો ખરીદી તો કરે છે પણ તેની ખરીદશક્તિ ઘટી છે. > કવિતાબેન મહેતા, ગૃહિણી, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.