રોષ:સરકારી વિભાજી શાળાનું સીલ ખોલવાની માંગ સાથે ફાયરબ્રિગેડની ઓફીસમાં ધરણાં

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇએ ઉગ્ર દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા : વર્ગખંડ બંધ હોય છાત્રોને મુશ્કેલી

જામનગરમાં સરકારી વિભાજી શાળાના બે માળ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવતા આ સીલ ખોલવાની માંગ સાથે શનિવારે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇએ ફાયરબ્રિગેડની ઓફીસમાં દેખાવ અને સૂત્રોચ્ચાર કરી ધરણાં કરી વર્ગખંડ બંધ હોય ધો.9 અને 11ના છાત્રોને વાર્ષિક પરીક્ષામાં મુશ્કેલી પડશે.

એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે ચીફ ફાયર ઓફીસરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, ફાયર વિભાગનું એનઓસી નહીં હોવાના કારણે ગત માર્ચમાં સરકારી વિભાજી સ્કૂલને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. દરેક શાળા-કોલેજ પાસે ફાયર એનઓસી હોવું જ જોઈએ. વિભાજી શાળા દ્વારા આ અંગેના ખર્ચ માટે ત્રણ વખત ગ્રાન્ટ ફાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી.

પરંતુ તેની દરકાર લેવામાં આવી નથી. શાળા આ માટેનો ખર્ચ કેવી રીતે કરી શકે અને તેના પૈસા ક્યાંથી લાવે? આગામી 28 એપ્રિલ સુધીમાં સરકારી વિભાજી સ્કૂલમાં ધો.9 અને 11ના 125 વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપનાર છે. વર્ગખંડના અભાવે તેમને મુશ્કેલી થઈ રહી છે. આથી સરકારી ગ્રાન્ટની રકમ ફાળવણી ન થાય ત્યાં સુધી આ સીલ ખોલી નાખવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...