તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલી ઇ-ઇપીક ઝુંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના યુનિક મોબાઈલ નંબર પરથી પોતાનું ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. ઇ-ઇપીક કાર્ડમાં મતદાતાને કોઈ વિગતમાં સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે અંગે જરૂરી દસ્તાવેજો ઉમેરી સુધારા અરજી પણ કરી શકશે.
આ અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે, ઇ-ઇપીક એટલે કે મતદાતા ડિજિટલ ફોર્મેટમાં પોતાના ફોનમાં પોતાનું ચુંટણીકાર્ડ સાચવી શકે છે.આ માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ અથવા તો voterportal.eci.gov.in, nvsp.in પોર્ટલ પરથી ઈ-ઈપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આ માટે પ્રથમ પોર્ટલ ઉપર રજીસ્ટર અથવા તો લોગીન કરી મતદાતાએ પોતાના એપિક નંબર અને સાથે જ રેફરન્સ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ મતદાતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે જેને વેરીફાઈ કર્યા બાદ ઇ-ઇપીક કાર્ડ ડાઉનલોડ થઇ જશે. જો કોઈ મતદાતાના યુનિક મોબાઈલ નંબર ન હોય તો અથવા તો તે અંગે કેવાયસી ન કરાવ્યું હોય તો kyc.eci.gov.in પરથી કેવાયસી પૂર્ણ કરી ત્યારબાદ ફેસ લાઇવનેસ વેરિફિકેશન કર્યા બાદ પોતાનો યુનિક મોબાઈલ નંબર કેવાયસીમાં અપડેટ કરો.
આ ત્રણ પગલાઓ દ્વારા જે મતદાતાઓના યુનિક મોબાઇલ નંબર કેવાયસીમાં અપડેટ થશે. તદ ઉપરાંત, જે મતદાતાઓ યુનિક મોબાઇલ નંબર ધરાવતા નથી તેઓ ફેસ રેકોગ્નીશન દ્વારા કેવાયસી કરી મોબાઇલ નંબર ઉમેરી ઇ-ઇપીક ડાઉનલોડ કરી શકશે. તા.25 થી 31 સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ છે ત્યારબાદ ફેબ્રુઆરી માસથી દરેક મતદારો માટે આ પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.