વસૂલાતમાં ઢીલાશ:હાલારમાં 4 લાખ ગ્રાહકોએ વીજબીલ ન ભરતા પીજીવીસીએલના 32 કરોડ બાકી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1828 ગ્રાહકના વીજ જોડાણ કાયમ માટે અને 1759 ગ્રાહકના વીજ જોડાણ ચોક્કસ સમયમર્યાદા માટે રદ કરવામાં આવ્યા છે
  • હાલારમાં 2021-22માં 7168 જોડાણમાં ગેરરીતિ ઝડપાતા 18.68 કરોડના બીલ ફટકાર્યા

હાલારમાં 4 લાખ ગ્રાહકોએ નિયમિત વીજબીલ તથા અન્ય ચાર્જની રકમ નિયમિત ન ભરતા પીજીવીસીએલના રૂ. 32 કરોડના લેણાં બોલી રહ્યા છે. જેમાં 13.11 કરોડ બીલ ચાલુ બીલના એટલે કે છેલ્લાં બે મહિના પહેલા આપેલા વીજબીલના છે. પીજીવીસીએલ દ્વારા નિયત સમયે તમામ ગ્રાહકોને વીજ બીલ આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકો દ્વારા નિયમિત રીતે બીલ ભરવામાં ન આવતા પીજીવીસીએલના ચોપડે કરોડોના લેણા બાકી બોલી રહ્યા છે.

જો કે બાકી નાણાં પરત મેળવવા કંપની અનેક કવાયતો કરી રહી છે. જે અંતર્ગત વર્ષ 2021-22માં પીજીવીસીએલ દ્વારા સમગ્ર હાલારમાં ઘરે ઘરે બાકી લેણાંની વસૂલાત કરી સ્થળ પર જ રિકવરી કરવામાં આવી હતી. આમ છતાં વીજબીલના નાણાં ન ભરનાર જામનગર સર્કલના કુલ 1828 ગ્રાહકના વીજ જોડાણ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યા છે.

ફેકટ ફાઇલ : જામનગર-દ્વારકામાં કાયમી રદ કરાયેલા વીજ જોડાણ(રૂ.લાખમાં)

વિસ્તારકાયમી રદ્દ જોડાણમર્યાદિત સમય માટે
ગ્રાહકોરકમગ્રાહકોરકમ
સીટી-11035141.0975264.02
સીટી-221031.6421137.03
ગ્રામ્ય16710.5525058.47
જામજોધપુર774.3127861.43
ખંભાળિયા15713.369111.71
દ્વારકા1829.8117784.1

​​​​​​​

જ્યારે 1759 ગ્રાહકને વીજ જોડાણ ચોક્કસ સમયમર્યાદા સુધી રદ કરવામાં આવ્યા છે. જેના અંદાજે રૂ. 2 કરોડ પીજીવીસીએલના ચોપડે બાકી બોલી રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં વર્ષ 2021-22 માં વીજતંત્રએ 7168 જોડાણમાં ગેરરીતિ પકડી પાડી રૂ.18.68 કરોડના બીલ ફટકાર્યા હતાં.

વીજચોરીના રૂા. 1868 લાખના બીલ સામે રૂા. 691.79 લાખની વસૂલાત
હાલારમાં વર્ષ 2021-22 માં કુલ 7168 આસામી ગેરકાયદે રીતે પાવર ચોરી કરતા ઝડપાયા હતા. વીજચોરી કરનાર આસામીઓને રૂ. 1868 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. જેની સામે રૂ 691.79ની રિકવરી થઈ હોવાનું પીજીવીસીએલના ચોપડે નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...