તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ખેંગારકામાં લાઈટ બંધ થવા પ્રશ્ને PGVCLના કર્મચારીને ધમકી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 શખસોઅે વાણી વિલાસ કરી ફરજમાં રૂકાવટ કરતા

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે આવેલ 66 કે.વી. સબસ્ટેશન ખાતે પીજીવીસીએલના કર્મચારીનો કાઠલો પકડી મારી નાખવાની ધમકી આપતા ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ધ્રોલ તાલુકાના ખેંગરકા ગામે આવેલા 66 કે.વી. સબ સ્ટેશન ખાતે પીજીવીસીએલના કર્મચારી વિશાલભાઇ રાઠોડ (ઉ.વ.23) રહે.ગોકુલ પાર્ક.4, ધ્રોલ, ફરજ ઉપર પોતાનું કામ કરતા હતા તે દરમ્યાન આરોપી હરપાલસિંહ ઉર્ફે હપો જાડેજા તથા અન્ય એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવ્યા હતા.

ખેંગારકા ગામની લાઇટો વારંવાર કેમ બંધ થાય છે. તેમ કહી ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ વિશાલભાઇનો કાઠલો પકડી બેફામ વાણી વિલાસ કર્યો હતો.આ ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીજીવીસીએલના કર્મચારી ફરજમાં રૂકાવટ કરી ગુન્હામાં મદદગારી બદલ બની આરોપીઓ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વીજકર્મીની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...