તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:પેટ્રોલના ભાવ 2019-20માં 1.07 રૂપિયા ઘટ્યા તો 20-21માં 21.17 રૂપિયા વધ્યા, જ્યારે ડીઝલમાં 2019-20માં 1.82 રૂપિયા ઘટ્યા, 20-21માં 22.57 રૂપિયા વધ્યા

જામનગર3 મહિનો પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2020-21માં પેટ્રોલના ભાવમાં 98 પૈસાના ઘટાડા સામે રૂ.20.19 અને ડીઝલના ભાવમાં રૂ.3.31ના ઘટાડા સામે રૂ.19.26નો વધારો
  • જામનગર સહિત હાલારમાં કોરોનાકાળમાં વેપાર-ધંધાને ફટકા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાથી લોકોનું જીવન દોહ્યલું બન્યું

કોરોનાકાળમાં વેપાર-ધંધાને ફટકા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાથી જામનગરવાસીઓનું જીવન દોયલું બન્યું છે. કારણ કે, વર્ષ 2019-20માં એક લીટર પેટ્રોલના ભાવમાં રૂ.1.07 અને ડીઝલના ભાવમાં સરેરાશ રૂ.1.82 નો ઘટાડો થયો હતો. જયારે વર્ષ 2020-21 માં એક લીટર પેટ્રોલના ભાવમાં રૂ. 21.17 અને ડીઝલના ભાવમાં રૂ.22.57 નો વધારો નોંધાયો છે. વર્ષ 2020-21માં પેટ્રોલના ભાવમાં 98 પૈસાના ઘટાડા સામે રૂ.20.19 અને ડીઝલના ભાવમાં રૂ.3.31ના ઘટાડા સામે રૂ.19.26 નો વધારો નોંધાયો છે. આથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો આંશિક ઘટાડો છેતરામણો પુરવાર થયો છે.

મોંઘવારીમાં લોકોનું જીવન દોહ્યલું બન્યું
કેન્દ્ર સરકારનો પેટ્રોલ-ડીઝલના ભાવ પર કોઇ અંકુશ નથી. કારણ કે, ઓઇલ કંપનીઓ ભાવ નકકી કરી રહી છે. આ સ્થિતિમાં છેલ્લાં વર્ષ 2020-21 માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. કારણ કે, વર્ષ 2020-21માં જામનગરમાં ટેકસ સહિત એક લીટરના ભાવમાં રૂ. 21.17 અને ડીઝલના ભાવમાં રૂ. 22.57 નો વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટ મોઘું બનતા અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારાથી મોંધાવારીએ માઝા મૂકતા લોકોનું જીવન દોયલું બન્યું છે.

12માંથી 7 મહિના ઇંધણના ભાવમાં સતત વધારો
વર્ષ-2020ના એપ્રિલ મહિનાથી વર્ષ-2021ના માર્ચ મહિના એટલે કે 12 માંથી 7 મહિના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જેમાં જૂન મહિનામાં સૌથી વધુ પેટ્રોલના ભાવમાં રૂ.10.79 અને ડીઝલના ભાવમાં રૂ.12.69 નો સમાવેશ થાય છે. જયારે એપ્રિલ, મે અને માર્ચ મહિનામાં કોઇ વધારો થયો ન હતો.

વર્ષ 2020-21 માં મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો

મહિનોપેટ્રોલ ભાવવધ-ઘટડીઝલ ભાવવઘ-ધટ
એપ્રિલ67.05065.080
મે67.05065.080
જૂન67.0510.796512.69
જુલાઇ77.840.0277.771.37
ઓગષ્ટ77.861.6379.140
સપ્ટેમ્બર79.49-0.9879.140
ઓકટોબર78.51075.91-0.08
નવેમ્બર78.511.2575.832.14
ડીસેમ્બર79.761.3377.971.56
જાન્યુઆરી81.092.4479.532.76
ફેબ્રુઆરી83.534.6982.295.36
માર્ચ88.22087.650

એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલ રૂ.88 થી વધુએ પહોંચ્યું
જામનગરમાં વર્ષ 2019-20માં માર્ચ મહિનાના અંતે એક લીટર પેટ્રોલના ભાવ રૂ.69.10 અને ડીઝલના ભાવ રૂ.67.19 હતાં. જયારે નાણાંકીય વર્ષ 2020-21માં માર્ચ મહિનાના અંતે એક લીટર પેટ્રોલના ભાવ વધીને રૂ.88.22 અને ડીઝલના ભાવ રૂ.87.65 પર પહોંચ્યા હતાં.

વર્ષ 2019-20 માં મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો

મહિનોપેટ્રોલ ભાવવધ-ઘટડીઝલ ભાવવઘ-ધટ
એપ્રિલ70.170.2869.010.67
મે70.45-1.4769.68-0.33
જૂન68.98-1.1169.35-2.16
જુલાઇ67.872.467.191.9
ઓગષ્ટ70.27-0.7969.09-0.79
સપ્ટેમ્બર69.482.568.32.35
ઓકટોબર71.98-1.7470.65-1.82
નવેમ્બર70.241.9868.830
ડીસેમ્બર72.220.2168.832.26
જાન્યુઆરી72.43-1.8671.09-1.82
ફેબ્રુઆરી70.57-1.4769.27-2.08
માર્ચ69.1067.190
અન્ય સમાચારો પણ છે...