પેટ્રોલ-ડીઝલની ચોરી:જામનગરમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર પડાણા નજીકથી SOG પોલીસે દરોડો પાડી 8 હજાર લીટર પેટ્રોલ અને 4 હજાર લીટર ડીઝલનો જથ્થો જપ્ત કર્યો

જામનગર એસ.ઓ.જી.એ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લાં એક વર્ષથી પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતાં બે શખ્સોને રૂા.16,36,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

આ અંગેની માહિતી મુજબ, મેઘપર (પડાણા) ગામ પાસે મારૂતિના શો-રૂમ પાસે આવેલ પ્લાન્ટ-ટેક ઈન્ડસ્ટ્રીયલ સર્વિસના યાર્ડની બાજુમાં જાહેર જગ્યામાં એક શખ્સ પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ કાઢી તેનું વેચાણ કરતો હોવાની એસઓજીના હેકો અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા તથા ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ એ.એસ. ગરચરના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન વિશ્ર્વરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા નામના બે શખેને આઠ હજાર લીટર પેટ્રોલ તથા ચાર હજાર લીટર ડીઝલ તેમજ પેટ્રોલ-ડીઝલ કાઢવાના સાધનો સહિત કુલ રૂા.16,36,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેઘપર (પડાણા) પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...