તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફડાતફડીની સ્થિતિ:જામનગરમાં 2 દિવસ બાદ રસીકરણથી લોકોનો ધસારો, નીલકંઠ નગર કેન્દ્રના દરવાજા બંધ કરાયા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર દીઠ ફકત 100 ડોઝની ફાળવણી સામે લોકોની ભીડથી અફડાતફડીની સ્થિતિ
  • કોવિશિલ્ડ રસી આવતા કોવેકસિનનો બીજો ડોઝ લેનારા લોકો રસીથી વંચિત રહ્યા

જામનગરમાં બે દિવસ બાદ કોરોના પ્રતિરોધક રસીકરણ શરૂ થતાં તમામ 20 કેન્દ્ર પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો. નીલકંઠ નગર કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી પડતા કેન્દ્રના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી. કેન્દ્ર દીઠ ફકત 100 ડોઝની ફાળવણી સામે લોકોની ભીડથી અફડાતફડીની સ્થિતિ સર્જાઇ હતી. કોવિશિલ્ડ રસી આવતા કોવેકસિનનો બીજો ડોઝ લેનારા લોકો રસીથી વંચિત રહ્યા હતાં.જામનગરમાં બે દિવસ કોરોના રસીકરણ બંધ રહ્યા બાદ શનિવારથી પુન: રસીકરણ શરૂ થયું છે. શનિવારે 20 કેન્દ્ર પર રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.

પરંતુ બે દિવસ બાદ રસીકરણ શરૂ થતાં મોટા ભાગના કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. બે દિવસ રસીકરણ શરૂ થવા છતાં કેન્દ્ર દીઠ ફકત 100 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. આથી મોટભાગના રસીકરણ કેન્દ્ર પર ડોઝની સામે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નીલકંઠનગર કેન્દ્રમાં તો લોકોની ભીડના કારણે એક સમયે કેન્દ્રના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ શનિવારે કોવીશીલ્ડ રસીનો જથ્થો ફાળવામાં આવ્યો હતો. આથી કોવેક્સિન રસી લેનારા લોકો રસીથી વંચિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...