તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર કુંભકર્ણની નિંદ્રામા:જામનગરમાં પેટ્રોલમાં પાણીની ભેળસેળના આક્ષેપ સાથે પંપ પર લોકોનો હલ્લાબોલ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નૂરી ચોકડી પાસેના પંપમાં પાણીવાળું પેટ્રોલ નીકળતા રોષ ભભૂક્યો

જામનગરમાં નૂરી ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપમાંથી પેટ્રોલમાં પાણીની ભેળસેળના આક્ષેપ સાથે લોકોએ હલ્લાબોલ કરતા અફડાતફડી મચી ગઇ હતી. પંપમાંથી પાણીવાળું પેટ્રોલ નીકળતાં શહેરીજનોએ હોબાળો મચાવ્યો હતો. જો કે, પેટ્રોલપંપના મેનેજરે યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.

જામનગરમાં નૂરી ચોકડી પાસે આવેલા એચપી પેટ્રોલપંપ પેટ્રોલ ભરાવ્યા બાદ વાહનો ખરાબ થતા રીપેર કરવાતા કાર્બેટરમાં પાણી હોવાનું ખૂલતા વાહનમાલિકો આશ્ચર્યમાં પડી ગયા હતાં અને બુધવારે આ પેટ્રોલપંપમાં પેટ્રોલ સાથે પાણી મિકસ હોવાના આક્ષેપ સાથે પંપ પર હલ્લાબોલ કરતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવના પગલે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતાં. આ દરમ્યાન પેટ્રોલપંપના મેનેજરે પેટ્રોલમાં પાણી બાબતે ઉપર જાણ કરી લોકોની ફરિયાદનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.

પુરવઠા વિભાગ કહે છે, પાણીની ભેળસેળની કોઇ ફરિયાદ મળી નથી
જામનગરમાં નૂરી ચોકડી પાસે આવેલા એચપી પેટ્રોલપંપમાં પેટ્રોલમાં પાણીની ભેળસેળની કોઇ ફરિયાદ મળી નથી. જો કોઇ ફરિયાદ મળશે તો પેટ્રોલપંપમાં તપાસ કરવામાં આવશે. - એન.એચ.મકવાણા, જામનગર જિલ્લા પુરવઠા અધિકારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો