તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જામનગર યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસો પલળી ગઇ, ખેડૂતોનો માલ પલળ્યો નહીં: 31167 મણ જણસ ઠલવાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ ખરીદી બાદ માલ ન ઉપાડતા સમસ્યા સર્જાઈ

જામનગરમાં શુક્રવારે સવારે વરસાદનું જોરદાર ઝાપટું વરસતા હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસ પલળી ગઇ હતી. વેપારીઓએ ખરીદી બાદ માલ ન ઉપાડતા આ સમસ્યા સર્જાઇ હતી. જો કે, ખેડૂતોનો કોઇ માલ પલળ્યો ન હતો. યાર્ડમાં એક દિવસમાં 31167 મણ જણસ ઠલવાઇ હતી.જામનગરમાં શુક્રવારે સવારે ભારે ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટું પડયું હતું. જેના કારણે હાપા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી જણસો પલળી ગઇ હતી. આ અંગે યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ખેડૂતોનો કોઇ માલ પલળ્યો નથી.

પરંતુ હરાજીમાં વેપારીઓએ જે માલ ખરીદી ઉપાડી લેવાને બદલે ખુલ્લામાં રાખ્યો હતો તે માલ પલળ્યો છે. બીજી બાજુ શુક્રવારે યાર્ડમાં 744 ખેડૂત આવતા 31167 મણ જણસની આવક થઇ હતી. જેમાં મગની 5779, ચણાની 1120, અરેંડાની 1803, લસણની 2466, જીરૂની 4260, અજમાની 4293, ધણાની 3311 મણ આવકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...