લોકોમાં રોષ:શહેરના અનેક વિસ્તારોમાં લોકો વોટર સ્લીપ વિહોણાં

જામગનર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાનને બે દિવસ બાકી છે છતાં સ્લીપ ન મળતા દેકારો
  • સ્લીપ વિતરણની કામગીરીમાં વિલંબથી લોકોમાં રોષ

જામગનરના અનેક વિસ્તારોમાં મતદારોને વોટર સ્લીપ મળી નથી. મતદાનને બે દિવસ બાકી છે છતાં સ્લીપ ન મળતાં દેકારો બોલી ગયો છે. સ્લીપ વિતરણની કામગીરીમાં વિલંબથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્રારા રેલી, સહી ઝુંબેશ સહિતના જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મતદાતાને વોટર સ્લીપ આપવા માટે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે.

પરંતુ મતદાનને બે દિવસ એટલે કે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, છતાં શહેરમાં અનેક લોકોને હજુ સુધી વોટર સ્લીપ પહોંચી નથી. ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગુરૂવારે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્ર પણ કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. મતદાતાઓને ઘરે ઘરે મતદાન માટેની સ્લીપ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. આ માટે બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ શહેરના અનેક વિસ્તારમાં લોકોને આજ સુધી આ વોટર સ્લિપ મળી નથી, જો કે હજુ ત્રણ દિવસ બાકી છે.

એટલે હજુ કામગીરી ચાલતી હોય, આથી સ્લીપ હવે મળવાની શક્યતા છે. જો સ્લીપ નહીં મળે મતદાન પર અસર થવાની સંભાવના છે. પરંતુ ગણતરીના દિવસો બાકી હોવા છતાં આજની સ્થિતિએ અનેક લોકોને આવી સ્લિપ મળી નથી તે પણ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...