વિવાદ બાદ જામીન:નથુરામ ગોડસેની પ્રતિમા મૂકવાના વિવાદમાં બંને પક્ષના લોકોને જામીન પર મુક્ત કરાયા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ સેના દ્વારા મુકાયેલી ગોડસેની પ્રતિમા કોંગ્રેસે તોડી પાડી હતી
  • હિન્દુ સેના અને કોંગ્રેસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
  • કોંગ્રેસ શહેર પ્રમુખ અને કોર્પોરેટરને પણ જામીન મુક્ત કરવામાં આવ્યા

જામનગરમાં ગોડસેની પ્રતિમા મૂકવાથી વિવાદ સર્જાયો હતો. જેમાં હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મૂકી હતી અને 24 કલાક બાદ કોંગ્રેસે એ પ્રતિમા તોડી નાખી હતી. આથી હિન્દુ સેના અને કોંગ્રેસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસ દ્વારા બંને પક્ષની સામસામે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બુધવારે સવારે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નંદાને પણ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.

ગઈકાલે મંગળવારે આ ઘટના બની હતી, જેમાં જામનગરમાં ગોડસેની પ્રતિમા મુકવા બાબતે કોંગ્રેસે તોડફોડ કરી હતી. તેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ વિરેન્દ્ર જાડેજા ઉર્ફે દિગુભા જાડેજા અને કોંગ્રેસ કોર્પોરેટર ધવલ નંદા સામે હિન્દુ સેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ સિવાય જામનગરમાં ગોડસેની પ્રતિમા મૂકવા બાબતે હિન્દુ સેનાના 5 લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પ્રતીક ભટ્ટ, ભાવેશ ઠુમ્મર, મયુર પટેલ, ધીરેન નંદા, દિપક પીલ્લેની અટકાયત કરવામાં આવી હતી. જેમને પણ આજરોજ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...