તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • People From 49 Societies In Jamnagar City Will Have To Wait Another 4 Months For Plumbing, As ... 21 Km Of Pipeline Work Is Still Pending

નલ સે જલ યોજના:જામનગર શહેરમાં 49 સોસાયટીના લોકોએ નળજોડાણ માટે હજુ 4 મહિના રાહ જોવી પડશે, કારણ કે...21 કિમી પાઇપલાઇનનું કામ હજુ પણ બાકી છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના ત્રણ ઝોનમાં 75માંથી 54 કિમી પાઇપલાઇનનું કામ પૂર્ણ, કોરોના મહામારીને કારણે મજૂરો ન મળતા કામગીરીમાં વિલંબ
  • કોન્ટ્રાકરો પાસે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવવા મનપાનું તંત્ર ઉંધા માથે: હજુ઼ સુધી નવા નળજોડાણ માટે ફકત 100 જેટલી અરજી આવી

જામનગરમાં પ્રધાનમંત્રી નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર નળજોડાણ આપવા મહાનગરપાલિકા દ્વારા ત્રણ ઝોનમાં કામગીરી ચાલી રહી છે. પરંતુ કોરોનાના કારણે મજૂરો ન મળતાં કામગીરીમાં વિલંબના કારણે શહેરના ત્રણ ઝોનમાં 75 માંથી 54 કીમી પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે. જેમાં ઝોન-1 રવીપાર્ક-ઢીંચડામાં 27 માંથી 21 કીમી, ઝોન-2 ગુલાબનગર-નવાગામમાં 23 માંથી 18 કીમી અને ઝોન-3 માં રણજીતનગર-પવનચકકી-જ્ઞાનગંગામાં 25 માંથી 15 કીમી પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે. જે માટે અત્યાર સુધીમાં 16.08 કરોડનો ખર્ચ થયો છે.

આથી હજુ 21 કીમી પાઇપલાઇનનું કામ બાકી હોય 49 સોસાયટીના લોકોને નળજોડાણ માટે હજુ 4 મહિના રાહ જોવી પડશે. બીજી બાજુ કોન્ટ્રાકરો પાસે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવવા મહાનગરપાલિકાનું તંત્ર ઉંઘા માથે કામે લાવ્યું છે. જો કે, જે 49 સોસાયટીને આ યોજનાનો લાભ મળવાનો છે તેમાંથી હજુ઼ સુધી નવા નળજોડાણ માટે ફકત 100 થી વધુ અરજી આવી છે.

સોસાયટીઓમાં 70 માંથી 35 ટેન્કરના ફેરા બંધ થશે, અડધું ભારણ ઘટી ગયું
શહેરના જે ત્રણ ઝોનમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે તે ત્રણેય ઝોનની સોસાયટીઓમાં ટેન્કરના 70 ફેરા કરી પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. પરંતુ યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થતાં અડધો અડધ એટલે કે 35 ટેન્કરના ફેરા બંધ થશે.

60 માંથી 40 કરોડની ગ્રાન્ટ આવી, હજુ 20 કરોડ બાકી !
નલ સે જલ યોજના અંતર્ગત સરકાર દ્વારા મહાપાલિકાને 60 માંથી 40 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હજુ 20 કરોડની ગ્રાન્ટ બાકી છે. રૂ.40 કરોડમાંથી રૂ.10-10 કરોડ નલ સે જલ યોજના અંતર્ગત ત્રણેય ઝોનમાં ચાલી રહેલી કામગીરીમાં ફાળવવામાં આવ્યા છે.

રૂપિયા 3950 ભરી રહેવાસીઓ નળજોડાણ લઇ શકે છે
શહેરના ત્રણ ઝોનમાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. જેનું કામ પૂર્ણ થતાં 49 સોસાયટીમાં ઘેર ઘરે નળ જોડાણ મળશે. આ માટે રહેવાસીઓએ નિયમ મુજબ રૂ.3950 ભરી હાઉસટેકસનું બીલ અથવા અન્ય આધાર રજૂ કરી મનપામાંથી ફોર્મ લઇ ભરી આપતા સ્થળ વેરીફીકેશન કરી નળજોડાણ આપવામાં આવશે.અત્યાર સુધીમાં 100થી વધુ અરજી આવી છે. - પી.સી. બોખાણી, નાયબ કાર્યપાલક ઇજનેર, વોટર વર્કસ શાખા, જામ્યુકો.

નલ સે જલ યોજનાનો આ સોસાયટીને લાભ મળશે
શહેરમાં મારૂતીનંદન, આલાપ એવન્યુ, મંગલધામ, સેટેલાઇટ, ગોકુલદર્શન, બાલાજીપાર્ક, આર્શીવાદ દિપ-3, પ્રણામીનગર, સેનાનગર, વાયુનગર, તીરૂપતિપાર્ક, યોગેશ્વરધામ, શીવ ટાઉનશીપ, કનૈયાપાર્ક, ઓમ સાંઇપાર્ક, તીરૂપતી ટાઉનશીપ, બળદેવનગર, ડ્રીમ સીટી સહિત 49 સોસાયટીમાં રહેતા રહેવાસીઓને નલ સે જલ યોજનાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...