જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતા શહેરીજનોએ હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. મંગળવાર લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે પવનની ગતિ 6.3 પ્રતિ કલાકની ઝડપે રહી હતી. બર્ફીલા પવન અને ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેતા માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.
જામનગરમાં ગુરુવારે પડેલા કમોસમી વરસાદ બાદ શનિવારથી ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે મોસમનો સૌથી નીચું તાપમાન 10.6 ડિગ્રી નોંધાયા બાદ તાપમાન ક્રમશઃ 0.5 થી 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. આ સાથે જ ફુંકાતા બર્ફીલા પવનને કારણે પશુ પક્ષીઓ સહિત જનજીવન પ્રભાવિત થયું છે.
સોમવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયા હતું જેમાં 0.5 ડિગ્રીનો વધારો થતાં મંગળવારે તાપમાન ડિગ્રી 11.5 ડીગ્રી દર્શાવાયું છે. જ્યારે શહેરજનો કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલના આંકડા કરતાં વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.