લોકોમાં ભય:લાખોટા તળાવના વોકિંગ ટ્રેક પર કુતરાના આંટાફેરાથી લોકોમાં ભય

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેઇટ નં. 3 પાસે કચરાનો ઢગલાથી બ્યુટીફિકેશના ઉડતા સરેઆમ લીરા ઉડે છે

જામનગરના લાખોટા તળાવ પર વોકિંગ ટ્રેક પર કૂતરાના આટાફેરાથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. અહીં છાશવારે કુતરા ચડી આવતા સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તળાવના ગેઇટ નં. 3 ની બાજુમાં કચરોનો ઢગલો પડ્યો હોય તળાવના બ્યુટીફિકેશનના લીરા ઉડી રહ્યા છે.

જામનગરના લાખોટા તળાવ પર કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં લોકોની સુવિધા માટે તળાવની ફરતે લોકો માટે ખાસ વોકિંગ ટ્રેક બનાવામાં આવ્યો છે. પરતું આ ટ્રેક પર કૂતરાઓ અડીંગો જમાવીને બેઠા હોય છે. કુતરાના આવાગમનને કારણે તળાવની પાળ પર ગંદકી થઇ રહી છે તો ફરવા તેમજ ચાલવા આવતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. આટલુ ઓછું હોય તેમ લાખોટા તળાવના ગેઇટ નં. ત્રણની બાજુમાં કચરો પડ્યો છે. જેના કારણે બ્યુટીફિકેશનના લીરા ઉડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...