દરખાસ્ત પેન્ડિંગ:GIDCના ઔદ્યોગિક-રહેણાંક વિસ્તારનો મનપામાં સમાવેશની દરખાસ્ત પેન્ડિંગ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.8.56 કરોડના ખર્ચે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની નવી ઈમારત બનશે

જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસની જગ્યામાં જનરલ બોર્ડનું નવું બિલ્ડીંગના બાંધકામ કરવા માટે રૂ.8.56 કરોડનો ગંજાવર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન ખરીદી કરવાની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી હતી. જીઆઈડીસી ફેસ-2 અને 3 ના 296 હેક્ટરના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારને મનપામાં સમાવિષ્ટ કરવાની દરખાસ્ત સામે ઔદ્યોગિક તેમજ શહેરી વિસ્તાર માટે એમઓયુ કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

હાપા માર્કેટીંગ યાર્ડ અન્નપૂર્ણા ચોકડી પાસેનો રીવર બ્રીજથી લાલવાડી સ્કૂલ થઈ રાજકોટ રોડ સુધીના રોડને વાઈડનીંગ કરી રોડ ઉપર ફોરલેન મુજબ આસ્ફાલ્ટ કાર્પેટ કરવાના કામ માટે તેમજ સેન્ટર લાઈન શિફટીંગ માટે રૂ.88.71 હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરમાં જુદી જુદી ૩૭ જગ્યાએ સ્પિડ બ્રેકર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ગુલાબનગરને સીન્ડીકેટ સોસાયટીમાં જર્જરીત કોમ્યુનીટી હોલના સ્થાને નવો હોલ બનાવવા માટે રૂ.54.91 કરોડનો ખર્ચ, ભુજીયા કોઠાનાં કામમાં નડતરરૂપ 7 દુકાન ધારકોને વૈકલ્પિક જગ્યાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...