શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિરમભાઇ ચનાભાઇ વાઘેલા નામનો યુવાન તેની બહેન અને ભાણેજ સાથે માનતાએ ચાલીને જઇ રહયો હતો જે વેળા તેઓ લાલપુર રોડ પર લોઠીયાના પાટીયા પાસે મામાદેવના મંદિર બાજુમાં રોડ પર પસાર થઇ રહયા હતા જે વેળાએ પુરપાટ વેગે દોડતા સફેદ કલર જેવા છોટા હાથી અથવા બોલેરો પીકઅપના ચાલકે પાછળથી હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છુટયો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતરાઇ ભાઇ કૈલાશભાઇ વાઘેલાની ફરીયાદ પરથી પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવાન તેના બહેન અને તેર વર્ષીય ભાણેજ સાથે જામનગરથી કાઠીદળ નજીક ચાંમુડા માતાજીના મંદિરે પગપાળા જઇ રહયો હોવાનુ અને રોડ સાઇડમાં ચાલી રહેલા બહેન અને ભાણેજનો બચાવ થયો હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવને પગલે પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.