માવઠાની ભીતિ:હાપા યાર્ડમાં મગફળી, મરચાની આવક બંધ, યાર્ડમાં  બીજા દિવસે 13,203 મણ કપાસ ઠલવાયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજમાના ભાવમાં ઘટાડો: 1 દિ’માં 35292 મણ જણસ આવી

માવઠાની આગાહીના પગલે જામગનર માર્કેટીંગ યાર્ડમાં મંગળવારથી મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી છે. મંગળવારે બીજા દિવસે 13203 મણ કપાસ ઠલવાયો હતો. હરાજીમાં કપાસનો ભાવ રૂ.1500-2015 બોલાયો હતો. અજમાના ભાવમાં આંશિક ઘટાડો થયો હતો. એક દિવસમાં 35292 મણ જણસ ઠલવાઇ હતી.રાજયના હવામાન વિભાગે ગુરૂવારના જામનગર સહિત રાજયના અન્ય શહેરોમાં કમોસમી માવઠાની આગાહી કરી છે. આથી તકેદારીના ભાગરૂપે જામનગર માર્કેટ યાર્ડમાં મંગળવારથી મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી છે તેમ સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.

મંગળવારે એક દિવસમાં 1327 ખેડૂત આવતા 35292 મણ જણસ ઠલવાઇ હતી. જેમાં ચણાની 1856, લસણની 4287, કપાસની 13203, અજમાની 4629, સૂકા મરચાની 1098 મણ આવકનો સમાવેશ થાય છે. હરાજીમાં 20 કીલો ચણાના રૂ.725-917, મગફળીના રૂ.900-1350, અરેંડાના રૂ.1051-1151, રાયડાના રૂ.1000-1275, લસણના રૂ.150-525, કપાસના રૂ.1500-2015, જીરૂના રૂ.2850-3120, અજમાના રૂ.1800અ4780, ધાણાના રૂ.1100-1645, સૂકા મરચાના રૂ.500-3500 અને સોયાબીનના રૂ.750-1245 ભાવ બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...