આવક બંધ:વરસાદની આગાહીના પગલે યાર્ડમાં મગફળી, લસણ, મરચાની આવક બંધ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળીની વાહનમાં હરાજી થશે, તાલપત્રી સાથે વાહન લાવવા તાકીદ
  • એક દિવસમાં લસણની 4443, કપાસની 9690, જીરૂની 5409 મણ આવક

રાજયના હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળી, લસણ, મરચાની આવક બંધ કરવામાં આવી છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ત્રણેય જણસની આવક બંધ રહેશે. મગફળીની વાહનમાં હરાજી થશે. આથી તાલપત્રી સાથે વાહન લાવવા તાકીદ કરવામાં આવી છે. રાજયના હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે જામનગર માર્કેટીંગ યાર્ડમાં મંગળવારથી મગફળી, લસણ અને મરચાની આવક બંધ કરવામાં આવી છે.

તદઉપરાંત મંગળવારે સાંજે 7 થી બુધવારે સવારે 7 વાગ્યા સુધી મગફળીની પાલ ભરેલી આવક ચાલુ રહેશે. મગફળી ભરેલ વાહનમાં જ હરાજી થશે. જેથી હરાજી પૂરી ન થાય ત્યાં સુધી વાહન ઉભું રાખવાનું રહેશે. ઉપરાંત દરેક વાહનની સાથે તાલપત્રી રાખવાની રહેશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રહેશે. જામનગર યાર્ડમાં મંગળવારે 1067 ખેડૂત આવતા 36476 મણ જણસ ઠલવાઇ હતી.

જેમાં બાજરીની 428, ઘઉંની 4084, અડદની 2482, તલની 2289, લસણની 4443, કપાસની 9690, અજમાની 5409, ધાણાની 555, સૂકી ડુંગરની 3791, સૂકા મરચાની 358 મણ આવકનો સમાવેશ થાય છે. હરાજીમાં 20 કીલો ધઉંના 400-444, મગના રૂ.940-1330, અડદના રૂ.1140-1440, ચોળીના રૂ.900-955, મેથીના રૂ.1300-1315, મગફળીના રૂ.950-1505, અરેંડાના રૂ.1150-1245, તલના રૂ.1740-2640, લસણના રૂ.255-800, કપાસના રૂ.1300-1740, જીરૂના રૂ.2100-3065, અજમાના રૂ.1220-2245, ધાણાના રૂ.900-1400, સૂકી ડુંગળીના રૂ.100-480, સૂકા મરચાના રૂ.900-2400, સોયાબીનના રૂ.1085-1220 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...