તાપમાં ઘટાડો:જામનગરમાં ગરમીમાં 1.8 ડિગ્રી ઘટાડાથી આંશિક રાહત, પવન ફૂંકાતા સાંજે ખુશનુમા વાતાવરણ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 1.8 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં ઘટાડો થયો હતો. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે.

એક દિવસ તાપમાન ઘટે છે તો બીજા દિવસે તેમાં વધારો થાય છે. શહેરમાં શનિવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન 1.8 ડિગ્રી ઘટીને મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી જ્યારે નહીંવત ઘટાડા સાથે લઘુતમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.

જામનગરના હવામાનમાં ભેજનું પ્રમાણ 10 ટકા વધીને 83 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 45 થી 50 કિ.મી. રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે ઘરના બારી, દરવાજા ધ્રુજી ઉઠ્યા હતાં. ધુળના કણ આંખમાં પડતા વાહનચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેજીલા પવનોના કારણે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...