પ્રકૃતિપ્રેમીઓમાં આનંદ:ખીજડીયા પક્ષી અભયારણનો પાર્ટ-2 દોઢ વર્ષ બાદ ખુલ્લો મુકાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટ-1માં સમારકામ પ્રગતિ હેઠળ: ટૂંક સમયમાં જ ખૂલ્લું મૂકાશે
  • કોરોના​​​​​​​ અને બર્ડફલુની દહેશતના કારણે બંધ કરવામાં આવ્યું હતું

કોરોના કહેર અને બર્ડફલુની દહેશતને પગલે છેલ્લા દોઢ માસથી બંધ કરાયેલા જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભ્યારણને શનિવારથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. અભ્યારણ્યનો પાર્ટ-2 ખુલ્લો મુકાયો છે. જયારે પૂર પ્રભાવીત પાર્ટ-1મા સમારકામ ચાલુ હોવાથી આગામી સમયમાં ખુલ્લો મુકવામાં આવશે તેમ જણાવ્યું છે.એશિયાભરમાં મશહુર ગણાતા ખીજડીયા પક્ષી અભ્યારણ કોરોના અને બર્ડફૂલને ગત 2019ની સાલથી બંધ કરી દેવાયું હતું દોઢેક વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ શનિવારથી અભ્યારણ ખુલ્લુ મુકવામાં આવતા પક્ષી પ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓમાં આનંદ છવાયો છે.

અભ્યારણનો પાર્ટ-2 ખુલ્લો મુકાયો છે. આથી શિયાળાની ઋતુના પ્રારંભની સાથે જ દર વર્ષે હજારો કિલોમીટર દૂરનું અંતર કાપી યુરોપ સહિતના દેશોમાંથી આવતા માઇગ્રેટરી પક્ષીઓનું અહીં આગમન થઇ ચુકયું છે. જેમાં પક્ષીઓનો મેળાવડો જામ્યો છે.

વધુમાં ટૂંક સમયમાં શિયાળાની ઋતુ ગાળવા વિશ્વ પ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણમાં અસંખ્ય વિદેશી પક્ષીઓ આવશે. બીજી તરફ ભારે વરસાદને પગલે પક્ષી અભ્યારણના પાર્ટ વનમાં મેઇન બંધ તુટી પડતા હાલ તેનુ સમારકામ ચાલી રહ્યું છે પૂરના ધસમસતા પાણીની થપાટે મેઇન બંધ તુટતા રસ્તો બંધ થયો હતો જેનું રિપેરીંગ કામ યુધ્ધના ધોરણે ચાલુ છે. સમારકામ બાદ પાર્ટ-1 પણ ખોલી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...