તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં મકાનમાંથી 10 પેટી દારૂ સાથે પરપ્રાંતિય ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામેશ્વરનગરના નિર્મળનગર વિસ્તારમાં સીટી બી પોલીસ ત્રાટકી

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં નિર્મળનગરમાં સીટી બી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂની 120 બોટલ સાથે મકાનધારક પરપ્રાંતિય શ્રમિકને પકડી પાડયો હતો.પોલીસે રૂ.60 હજારનો દારૂનો જથ્થો કબજે કરી પકડાયેલા આરોપીની વધુ પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્વા મુજબ જામનગરમાં સીટી બીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને રામેશ્વરનગર વિસ્તારના નિર્મળનગરના એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂ વેંચાણ અર્થે મંગાવી તેનો સંગ્રહ કરાયો હોવાની બાતમી મળી હતી જે બાતમી પરથી પોલીસે યોગેશ ઉર્ફે કારો રમેશભાઇ વનીયરના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન પોલીસે તલાશી લેતા રુમમાં ઇંગ્લીશ દારૂની 120 બોટલ મળી હતી.આથી પોલીસે મકાનધારક યોગેશ ઉર્ફે કારો રમેશભાઇ વનીયરને પકડી પાડી રૂ.60 હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે લઇ તેની સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે પકડાયેલા શખ્સના કોવિડ ટેસ્ટની તજવિજ હાથ ધરી છે.દારૂનો જથ્થો કયાંથી લવાયો છે? સહિતની બાબતોનો તાગ મેળવવા પોલીસે શખ્સની પુછપરછ સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો