હત્યા કેસ:પેરોલ જમ્પ કરનાર ઝબ્બે, ત્રીજી વખત પેરોલ જમ્પ કરનારને એલસીબીએ શિવા ગામ પાસેથી દબોચી લીધો

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાણવડના હત્યા કેસમાં ત્રીજી વખત પેરોલ જમ્પ કરનાર આરોપીને સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ધોરાજીથી શિવા ગામે આવતા દબોચી લીઘો હતો.જેને સ્થાનિક પોલીસને હવાલે કરાયો છે. દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઇ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટુકડીને ભાણવડ પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી જેતસીભાઈ ઉર્ફે સાકો લખમણભાઈ કનારા (રે. શિવા ગામ ભાણવડ વાળા)ને આજીવન કેદની સજા ફરમાવાઇ હતી.

ત્યારબાદ પાકા કામના કેદી જામનગર જિલ્લા જેલ ખાતે સજા ભોગવતો હતો તે દરમ્યાન વર્ષ 2004-2005માં હાઈકોર્ટમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલ બાદમાં સ્થાનિક પોલીસે પકડી પાડ્યો હતો. તે બાદ ફરીથી બીજી વખત વર્ષ 2014માં ફર્લો રજા મેળવી મુદ્દત દરમ્યાન હાજર ન થઇ ફરાર થતા તપાસ દરમ્યાન તા.10-08-2017ના એલ.સી.બી. પોલીસે પકડી પાડી જેલ ખાતે મોકલી આપ્યો હતો.

ત્યાર બાદ ત્રીજી વખત ગત તા.27-07-20થી તા.18-08-20 સુધી કુલ 21દિવસ ની પેરોલ મેળવી જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ હતો. બાદમાં રજા પુરી થયેલ મુદ્દતે જેલમાં હાજર નહિ થતા ત્રીજી વખત પેરોલ જમ્પ કરી ભાગી ગયેલ તેની માહિતી આધારે પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. કેશુરભાઇ ભાટિયા, અને એલ.સી.બી.ના હેડ કોન્સ જીતુભાઇ હુણ સહિતની ટીમે વોચ ગોઠવી બાતમીના આધારે આરોપી જેતસીભાઈ કનારાને ધોરાજીથી શિવા ગામેં આવવાનો હોવાની માહિતીના પકડી પાડી ભાણવડ પોલીસને સોંપી આપતા ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...