બસધારકોમાં દોડધામ:પ્રદર્શન ગ્રાઉન્ડમાં મંજૂરી વગર પાર્કિંગ, 5 બસ સંચાલકને નોટીસ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનઅધિકૃત દબાણ દૂર કરી ત્રણ દિ’ માં ખુલાસો કરવા તાકીદ
  • મામલતદાર કચેરીની કડક કાર્યવાહીથી બસધારકોમાં દોડધામ

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મંજૂરી વગર પાર્કિંગ સબબ 5 બસ સંચાલકને મામલતદાર કચેરીએ નોટીસ ફટકારતા બસધારકોમાં દોડધામ મચી ગઇ છે. અનઅધિકૃત દબાણ દૂર કરી ત્રણ દિવસમાં ખુલાસો કરવા નોટીસમાં જણાવાયું છે.જામનગરમાં ફલાય ઓવરબ્રીજનું કામ શરૂ થતાં સાત રસ્તાથી ગુરૂદ્વારા સર્કલ સુધીનો રોડ ભારે વાહનો માટે બંધ કરાયો છે. જેના પગલે ખાનગી બસધારકોને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પાર્કિંગ શરૂ કર્યું હતું. પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડ કલેકટર કચેરી હસ્તક હોય નિયમ મુજબ પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.

આમ છતાં પ્રદર્શન ગ્રાઉન્ડના ઉપયોગ માટે બસ સંચાલકોએ મંજૂરી વગર મેદાનમાં બસ પાર્ક કરી હતી. આથી શહેર મામલતદારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં અનઅધિકૃત પાર્કીંગ સબબ 5 બસ સંચાલકોને નોટીસ ફટકારી છે. જેમાં સરકારી જમીન પરનું અનઅધિકૃત દબાણ સ્વખર્ચે દૂર કરી તમારા વાહનો જપ્ત કેમ ન કરવા તેનો 3 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. મામલતદાર કચેરીની આ કાર્યવાહીથી બસ ધારકોમાં દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...