આપઘાત:પરિણીતાનો આપઘાત, સાસરિયાઓ સામે ફરિયાદ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ સળગીને આપઘાત કર્યો’તો

જામનગરમાં ઢીંચડા રોડ પર બાલાજી પાર્કમાં રહેતી એક પરિણીતાએ 3 દિવસ પૂર્વે કરી લીધેલા આપઘાત બાદ તેણીના સાસરિયાઓ સામે પિયર પક્ષ દ્વારા તેણીને મરવા મજબુર કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં ઢીંચડા રોડ પર બાલાજી પાર્ક-3, શેરી નંબર-3માં રહેતી પરિણીતા રોશનીબેનએ બે દિવસ પૂર્વે પોતાના ઘરે સળગી જઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે તેણીના ઉત્તરપ્રદેશ રહેતાં પિયરપક્ષનાઓ જામનગર આવ્યા હતાં અને તેણીના સાસરિયાઓ વિનોદભાઇ હરીસીંગ રાઠોડ, રામજાનકીબેન હરીસિંગ રાઠોડ, બ્રીજેશ હરીસિંગ રાઠોડ તથા સોનમબેન બ્રીજેશ હરીસિંગ રાઠોડ નામના સાસરિયાઓ સામે ત્રાસ આપી મરી જવા મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણ અંગેની ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...