ફરિયાદ:દડિયા ગામે સાસરીયાઓનો ત્રાસ સહન ન થતા પરિણીતાએ દવા પીધી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સસરા અને નણંદ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ

જામનગર તાલુકાના દડીયા ગામે રહેતી એક પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જુની બીમારીની ઘરમાં પડેલ દવા પી જીવતરનો અંત આણવા પ્રયાસ કર્યો હતો. પંચકોશી બી ડિવિઝન પોલીસે પતિ સહિતના સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દડીયા ગામે મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે ભારતીબેન મહેશભાઇ ભીમજીભાઇ રેસીયા (ઉ.વ.21) નામની પરિણીતાએ પોતાના હાથેથી ઘરમાં પડેલ જૂની બીમારીની દવાની ટીકડીઓ આરોગી જીવતરનો અંતર આણવામાંનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિણીતાને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતા પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોચ્યો હતો અને પરિણીતાનું નિવેદન નોંધ્યું હતું

જેમાં પતી મહેશભાઇ ભીમજીભાઇ રેસીયા તથા સસરા ભીમજીભાઇ અરજણભાઇ રેસીયા તથા નણંદ તારાબેન જયેશભાઇ મુકેશભાઇ મકવાણા વાળાઓએ તેણીના લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ ત્રાસ અસહ્ય બની જતા તેણીએ ઘરમા પડેલ જુની બીમારીની દવાના ટીકડા પોતાની જાતેથી પી જતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. પંચ બી પોલીસે પતિ સહિતના સામે સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી પીએસઆઈ સી એમ કાંટેલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...