તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમની મદદ મળી:2 બાળકોને છોડી બોયફ્રેન્ડ સાથે રહેવા જામનગર આવેલી પરિણીતા પસ્તાઇ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર દિલ્હીની યુવતી ફસાઇ

દિલ્હીની પરિણિતાને જામનગરમાં રહેતા એક નેપાળી યુવક સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ પ્રેમ થયો હતો. યુવકે સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ પરિણિતાને જામનગર રહેવા આવવા માટે જણાવતા પરિણિતાએ પોતાના બે સંતાનને છોડીને લોકડાઉન દરમિયાન જામનગર તેના બોયફ્રેન્ડ પાસે આવી હતી.બાદમાં પરિણિતાને બોયફ્રેન્ડ ધીમે ધીમે માનસિક દુ:ખત્રાસ આપી મારકુટ કરતો હતો.જે અંગેની સ્થાનિકો દ્વારા 181 મહિલા હેલ્પલાઇન જામનગરને જાણ કરી હતી. જાણ થતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી પરિણિતાને મદદ સખી વન સ્ટોપ કેન્દ્રમાં આશ્રય માટે મોકલી આપી હતી.

જામનગરના એક નેપાળી યુવકનો દિલ્હીની એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો. બન્નેની વાતચીત આગળ વધતા યુવતિ પરિણિત હોવાનું અને બે સંતાન હોવાનું યુવકને જણાવ્યું હતું.પ્રેમસબંધ પાંગરતા યુવકે યુવતિને લગ્નની લાલચ આપી જામનગર રહેવા આવવાનું કહ્યું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન પરિણિતા સંતાનોને છોડી જામનગર બોયફ્રેન્ડ સાથે રહેવા આવી હતી. દરમિયાન જામનગરના દિગ્જામ સર્કલ પાસે એક ફ્લેટમાં રહેવા હતા.બોયફ્રેન્ડ દ્વારા પરિણિતાને મારકુટ કરતા હોવાની સ્થાનિકો દ્વારા અભયમની ટીમને જાણ કરતા 181 જામનગરના કાઉન્સેલર ગીતાબેન બાવરવા અને એએસઆઇ મેરૂનબેન, પાઇલોટ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.પિડિત યુવતીનું કાઉન્સેલીંગ કરી સખી વનસ્ટોપ કેન્દ્રમાં આશ્રય માટે મોકલી આપી હતી.

સોશિયલ મીડિયાથી સાવધાન
ટેકનોલોજીના યુગમાં યુવાધન સોશિયલ મીડિયાના સહારાથી એકબીજાથી અપરિચીત હોવા છતા પ્રેમમાં પડી જાય છે.આગળ જતા આવા બનાવમાં દુ:ખદ અંત આવે છે.ત્યારે જામનગરથી આ ઘટના યુવાધન માટે લાલબતી કિસ્સા સમાન છે.સોશિયલ મીડિયાના નકારાત્મક ઉપયોગને યુવધાને ટાળવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...